તલોદ તાલુકા વિષે

વધુ માહિતી... તલોદ તાલુકો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની દક્ષિણ દીશામાં આવેલ છે. પ્રાંતિજ તાલુકામાંથી સને ૧૯૯૭માં તાલુકા/જિલ્લા વિભાજન વખતે પ્રતિજ તાલુકા માંથી વિભાજીત કરી તાલુકો બનેલ છે. આ તાલુકા માં મોટા ભાગની ૮૦% બક્ષીપંચ જ્ઞાતિની વસ્તી છે. અને મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે.

તલોદની ઉત્તરે અમરાપુર, રૂપાલ, ગોરા, તથા વાવડી નો સીમાડો અને દક્ષિણે મહીયલ નો સીમાડો, પૂર્વ ગંભીરપુરા તથા માધવગઢનો સીમાડો અને પશ્વિમે દોલતાબાદ તથા બાઈના મુવાડાનો સીમાડો આવેલ છે.

તલોદ નગરપાલિકા વિસ્તાર ઉપરાંત તાલોદગામ રામપુરા, પીરકંપા, બોરકંપા, પોયડા,વિશ્વાસીપુરા, ધનસુરા, સીતાવાડી, વિસ્તાર આવેલ છે. અને તલોદનો વિસ્તાર ૨૨.૪૦ ચો.કિ.માં આવેલ છે. તાલોદ ની આબોહવા સામાન્ય રીતે મધ્યમ અને સુકી, ઉનાળા દરમ્યાન દિવસ ગરમ અને રાત્રે ઠંડાક્વાળી છે.

તલોદ શહેર વિષે?

  • એક સમયે આજુબાજુના તેર ગામોનું પાણી તાલોદગામના તળાવમાં એકઠું થતું એટલે તેરોદ નામે જાણીતું થયું અને તેરોડ માંથી તાલોદ નામ પડ્યું તેવી દંતકથા છે.

    તાલોદ તાલુકો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાની દક્ષિણ દીશામાં આવેલ છે. પ્રાંતિજ તાલુકામાંથી સને ૧૯૯૭માં તાલુકા/જિલ્લા વિભાજન વખતે પ્રતિજ તાલુકા માંથી વિભાજીત કરી તાલુકો બનેલ છે. આ તાલુકા માં મોટા ભાગની ૮૦% બક્ષીપંચ જ્ઞાતિની વસ્તી છે. અને મોટા ભાગના લોકોનો વ્યવસાય ખેતી છે.

  • તલોદ ગ્રામ પંચાયતનીસ્થારપના તા. ૨૦-૦૩-૧૯૫૧ થી થયેલ અનેતા. ૧૫-૦૩-૧૯૭૫ થી ગ્રામ પંચાયતમાંથી નગર પંચાયતમાં રૂપાંતર થયેલ ત્યા૯ર બાદ દેશના ૭૪ માંબંધારણીય સુધારાના આદેશ મુજબ ગુજરાતમાં નગર પંચાયતોને પણ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની જોગવાઇઓ ૧૫ મી એપ્રિલ ૧૯૯૪ થી લાગું કરવામાં આવતાં વસતીના ધોરણે તલોદ નગર પંચયાતનું તા. ૧૫-૦૪-૧૯૯૪ થી નગરપાલિકામાં રૂપાંતર થયેલ છે.

  • આ તાલુકાની જમીન માટી અને રેતીની સમતલ છે.

    આ વિસ્તારમાં થયેલ ભૌગોલિક પરિવર્તનો.

    ખાડલો :- તાલુકામાં કોઈ ખાદલો આવેલા નથી.

    તાલુકા શહેરની ભૌગોલિક સ્થિતિ જોતા ખેતી માટે ખુબ જ સારો અવકાશ છે કારણ કે મોટા ભાગની જમીન સમતલ માટી અને રેતીની હોવાથી પાક પરિસ્થિતિ માટે સાનુકુળ છે.મધ્યમ અંદ વધારે વરસાદને કારણે આ વિસ્તારમાં હરિયાળી જણાઈ આવે છે.

    અહીની મોટાભાગની વસતિ વેપારના વ્યવસાયમાં રોકાયેલ છે.

  • તલોદ નગરપાલિકાની વસ્‍તી ગણતરી મુજબ વસ્‍તીનુંધોરણઃ
    ૧. સને ૧૯૭૧ ની વસતી ગણતરી મુજબ વસ્‍તી૧૦૯૩૫
    ૨. સને ૧૯૮૧ ની વસતી ગણતરી મુજબ વસ્‍તી૧૨૮૯૮
    ૩. સને ૧૯૯૧ ની વસતી ગણતરી મુજબ વસ્‍તી૧૫૧૯૭
    ૪. સને ર૦૦૧ ની વસતી ગણતરી મુજબ વસ્‍તી૧૭૪૭૨. જેમાં પુરૂષઃ ૯૧૪૧ સ્‍ત્રીઃ ૮૩૩૨ જે પૈકી અનુ.જાતિની વસ્‍તીઃ૧૦૮૩ ( પુરૂષોઃ૫૭૬,સ્‍ત્રીઓઃ ૫૦૭ )

  • પાયાના શિક્ષણથી શરૂ કરી કોલેજ સુધીના અભ્યાસની સુવિધા તેમજ પી.ટી.સી. કોલેજ, ફાર્મસી કોલેજ, બી.એઙ કોલેજ, એસ.ટી. રેલ્વે, ટેલિફોન,વીજળી, લાઇટપાણી, ખાનગી તથા સરકારી હોસ્પીધટલ. નગરપાલિકા ધ્વારા ફાયર ફાયટર, એમ્‍બ્‍યુલન્‍સ વાન વિગેરેની સુવિધા પુરી પાડવામાં આવે છે.

સ્વચ્છ શહેર, સુંદર શહેર.

કમ્પ્લેન

નગરપાલિકા શહેરના વિકાસને લગતા અથવા વ્યવસ્થાને લગતી કમ્પ્લેન માટે અહી ક્લિક કરો. Read More

ડાઉનલોડ ઝોન

અગત્યના ડોક્યુમેન્ટ અને વિવિધ પ્રકારની માહિતીને ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો. Read More

ટેન્ડર

નગરપાલિકા શહેરના વિવિધ કામોને લગતા તમામ ટેન્ડરની માહિતી માટે અહી ક્લિક કરો. Read More

અગત્યના ફોર્મ

નગરપાલિકાના વિવિધ કામોને લગતા તમામ અગત્યના ફોર્મ માટે અહી ક્લિક કરો. Read More

તલોદ શહેરની વિસ્તાર

પાકા મકાનો કાચા મકાનો હંગામી આવાસો માટે નિયત થયેલા સલામત રહેઠાણ અને વિસ્તારો. વિસ્તાર- ક્ષેત્રફળ

  • પાકા રસ્તા-ડામર રોડ - ૨૨૩૯
  • જાહેર જમીન - ૨૪૮
  • વન વિસ્તાર - 0
  • ખેડાણ લયક ખરાબોળ ગૌચર/ધસીયા જમીન - ૩૮
  • બીન કેહ્દન લાયક ખરાબો - ૧૮
  • ગામતળ (રહેણાંક હેઠળ) - ૧૭૫૮
  • પિયત જમીન - 0
  • બીન પિયત જમીન - ૧૭૫૮

અગત્યના સમાચાર

 
 

પત્રક

પત્રક-૧

સામાન્ય માહિતી અને ભૌતિક સુવિધાઓ.

પત્રક - 2

આવકની માહિતી

પત્રક - 3

જાવકની માહિતી

પત્રક - ૪

મહેકમ માહિતી

અમારો સંપર્ક

આપનો અભિપ્રાય

મેપમાં શોધો.

અમારુ સરનામું

સરનામું : તલોદ નગર સેવા સદન, મુ.પો તા.તલોદ - ૩૮૩૨૧૫, જીલ્લો : સાબરકાંઠા ઓફીસ : ૦૨૭૭૦-૨૨૦૬૫૨, ૦૨૭૭૦-૨૨૦૬૫૩ ફેક્સ : ૦૨૭૭૦-૨૨૦૬૫૨ Email : np_talod@yahoo.co.in
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી